RSS

25-06-2012’s Quotes#136#2012

25 Jun

Image

  • ક્રોધ એક પ્રકારનું તોફાન છે, જયારે આવે છે ત્યારે વિવેક ને નષ્ટ કરી નાખે છે.

    તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતા તમને વધુ દઝાડશે.

    ક્રોધ કરવો એ અન્યના અપરાધોનો બદલો આપની જાત ઉપર લેવા બરાબર છે.

    ક્રોધ કરનારો માનસ શાંત પડે છે ત્યારે પોતાની જાત ઉપર ફરી વાર ગુસ્સે થાય છે.

    ક્રોધ એક ક્ષણિક ગાંડપણ છે. તેને વશ માં રાખો, નહીતર એ તમને વશ કરી દેશે.

    ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.

    ક્રોધના કારણ કરતા તેનું પરિણામ વધુ વેદનામય હોય છે.

    જયારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામ નો વિચાર કરો.

  • Keep Going…Each step may get harder But don’t stop! The view is beautiful at the top!
  • Sometimes its not worth the fight and better to go with the flow
  • કદમમાં કોઇના એક જ ઇશારે દિલ ધરી બેઠા,
    બહુ સસ્તામાં જીવનનો અમે સોદો કરી બેઠા.

    તમે કે ઝુલ્ફ કેરી જાળ રસ્તે પાથરી બેઠા,
    અમે કેવા કે જાણી જોઇને બંધનને વરી બેઠા.

    પડી’તી પ્રેમમાં કોને વિજય અથવા પરાજયની !
    અમારે પ્રેમ કરવો’તો, તમારાથી કરી બેઠા.

    કરીએ કાકલૂદી એટલી ફૂરસદ હતી ક્યારે,
    તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

    હતી તોરી કંઇ એવી તબિયત કે જીવનપંથે,
    ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા.

    અમે કે નાવને મઝધારમાં વ્હેતી મૂકી દીધી,
    તમે કાંઠો નિહાળી નાવને ત્યાં લાંગરી બેઠા.

    કદી બદનામ ગભરૂ આંખ ના થઇ જાય એ બીકે,
    ઝખમને ફૂલ સમજીને જિગરમાં સંઘરી બેઠા.
    -અજ્ઞાત

  •  
 
Leave a comment

Posted by on June 25, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: