RSS

‘સરદાર’ શ્રી વલ્લભભાઈ પટેલનું જીવન વૃતાંત સંક્ષિપ્તમાં

31 Oct
૧૮૭૫ ૩૧ મી ઓકટોબરે, કરમસદ-નડીયાદ ખાતે સરદાર પટેલનો જન્મ
૧૯૧૩ ૧૩ મી ફેબ્રુઆરી – લંડન ખાતે બેરીસ્ટરની પરીક્ષા તેજસ્વી રીતે ઉર્તીણ કર્યા બાદ મુંબઈ આગમન
૧૯૧૬ મહાત્મા ગાંધીનાં સંપર્કમાં પ્રથમવાર આવ્યા. ગુજરાત રાજયના પ્રતિનિધિ તરીકે લખનૌ કોંગ્રેસ પરિષદમાં હાજરી આપી.
૧૯૧૮ ખેડા સત્યાગ્રહમાં અગ્રેસર રહી ભાગ લીધો. ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા.
૧૯૨૧ ગુજરાત પ્રાંત કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ બન્યા. ઈન્ડીયન નેશનલ કોંગ્રેસની સત્કાર સમિતિના અઘ્યક્ષ બન્યા.
૧૯૨૨ શિક્ષાત્મક કરના વિરોધમાં બોરસદ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી.
૧૯૨૩ નાગપુર સ્લેગ સત્યાગ્રહનો કારભાર ૧૯મી જુલાઈથી સંભાળ્યો.
૧૯૨૪અમદાવાદ સુધરાઈના પ્રમુખ બન્યા અને ૧૯૨૮ સુધી પ્રમુખ પદે રહયા. ગુજરાત પુર રાહત કામગીરીનું સફળ આયોજન કર્યુ.
૧૯૨૮ બારડોલી ચળવળની આગેવાની લઈ દોરવણી આપી અને ઝળહળતી સફળતા મેળવી ‘સરદાર’નું બિરૂદ પ્રાપ્ત થયું.
૧૯૩૦ ૮ મી માર્ચે રાસ ખાતે પ્રથમવાર ધરપકડ થઈ અને ત્રણ મહિના માટે જેલમાં ગયા. ત્યારબાદ અગિયાર મહિનામાં ત્રણવાર જેલમાં ગયા.
૧૯૩૧ કરાંચી કોંગ્રેસના પ્રમુખ બન્યા.
૧૯૩૨૧૮૧૮નાં રેગ્યુલેશન બીલ સામેની લડતમાં ગાંઘીજી સાથે ફરીવાર જેલમાં ગયા અને છેક ૧૯૩૪માં મુકત થયા.
૧૯૩૫સંસદિય પેટા-સમિતિના અઘ્યક્ષ બન્યા અને ૧૯૪૦ સુધી અઘ્યક્ષ પદે રહયા.
૧૯૪૦સવિનય કાનૂનભંગ આંદોલન સબબ નવેમ્બરમાં ધરપકડ થઈ.
૧૯૪૧નાદુરસ્ત તબિયતને કારણે જેલમાંથી મુકત થયા.
૧૯૪૨ ૯ મી ઓગષ્ટે ધરપકડ થઈ અને અહમદનગર કિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા.
૧૯૪૫ ૧૫મી જૂને મુકત થયા અને સિમલા પરિષદમાં હાજરી આપી.
૧૯૪૬ દિલ્હી ખાતે વચગાળાની સરકારમાં ગૃહખાતાના રાજયકક્ષાના મંત્રી બન્યા.
૧૯૪૭ ભારતની પ્રથમ સ્થાપી સંસદમાં નાયબ વડાપ્રધાન બન્યા.
૧૯૪૮ ભારતમાં દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરી ભારત સંઘમાં જોડી આપ્યા.આ સરદારશ્રીનું શિરમોર કાર્ય બની રહયું.
૧૯૪૯ ૨૫મી નવેમ્બરે હૈદ્રાબાદ રાજયને ભારતમાં ભેળવ્યું.
૧૯૫૦ એપ્રિલ-ભારત-પાક વ્યાપારી કરાર કર્યા.
૧૯૫૦ સપ્ટેમ્બર-નાસિક કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી.
૧૯૫૦ ૧૫મી ડિસેમ્બરે-સરદાર પટેલનો સ્વર્ગવાસ થયો.
Advertisements
 
Leave a comment

Posted by on October 31, 2012 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: